આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઓપરેશન ગ્રીન્સ સ્કીમ ટોપ ટુ ટોટલ, 50 % પરિવહન સબસિડી હવે ઉત્તર-પૂર્વીય અને હિમાલયના રાજ્યોમાંથી ભારતના કોઈપણ સ્થળે 41 સૂચિત ફળો અને શાકભાજી માટે હવાઈ પરિવહન માટે ઉપલબ્ધ કરાઈ છે. એરલાઇન્સ, સપ્લાયર / કન્સાઇન્સર / કન્સાઇની / એજન્ટને પ્રત્યક્ષ કરાર કરાયેલા નૂર શુલ્કના ફક્ત 50% વસૂલવાના દરે પરિવહન સબસિડી પૂરી પાડશે અને એમઓએફપીઆઇ પાસેથી 50% સબસિડી તરીકે મેળવવા માટે દાવો કરશે. યોજનાને તા. 02-11-2020 થીમંજૂરી આપવામાં આવી હતી અને યોજનાના સુધારેલા દિશાનિર્દેશોને સૂચિત કરવામાં આવ્યા હતા.

ઑપરેશન ગ્રીન્સ અંતર્ગત છૂટછાટ મેળવવા માટેની અન્ય શરતોમાં – પાત્રતા ધરાવતા હવાઇમથકોથી એરલાઇન્સ દ્વારા પરિવહન માટેની ટોપથી ટોટલ યોજના, જથ્થા અને કિંમતને ધ્યાનમાં લીધા વિના સૂચિત ફળો અને શાકભાજીની તમામ માલ 50% નૂર સબસિડી મેળવવા પાત્ર રહેશે.

પરિવહન સબસિડી અગાઉ કિસાન રેલ યોજના માટે ઓપરેશન ગ્રીન્સ યોજના અંતર્ગત 12.10.2020 થી વિસ્તૃત કરવામાં આવી હતી. રેલવે સૂચિત ફળો અને શાકભાજી પર માત્ર 50% ભાડુ લે છે.

પાત્રતા યોગ્ય પાક

ફળો (21) - કેરી, કેળા, જામફળ, કીવી, લીચી, મોસમ્બી, નારંગી, (માલ્ટા)કિન્નૂ, લીંબુ, પપૈયા, અનાનસ, દાડમ, જેકફ્રૂટ (ફણસ), સફરજન, બદામ, આમળા, પેશન ફળ, પિઅર, શક્કરીયાં ચીકુ.

શાકભાજી (20): - ફ્રેન્ચ કઠોળ (ફણસી), કારેલાં, રીંગણ, કેપ્સિકમ, ગાજર, કોબી ફ્લાવર, મરચા (લીલા), ભીંડા, કાકડી, વટાણા, લસણ, ડુંગળી, બટેટા, ટામેટા, મોટી ઈલાયચી, કોળુ, આદુ, કોબી, સ્ક્વોશ અને હળદર (સૂકી)

પાત્રતા યોગ્ય એરપોર્ટસ

અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ (બાગડોગરા), અને ઉત્તર-પૂર્વમાં ત્રિપુરા, અને પર્વતીય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

સોર્સ: પી.આઇ.બી.