આ યોજનાનો ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયોસાથે જોડાયેલા ગરીબ અને હોંશિયાર વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અને તકનીકી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા સક્ષમ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પાત્રતા લઘુમતી સમુદાયો તરીકે સૂચિત થયેલ મુસ્લિમો, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધો, જૈન અને ઝોરોસ્ટ્રિયન (પારસી) સમુદાયો સાથે સબંધિત. છેલ્લી અંતિમ પરીક્ષામાં 50% થી કરતાં વધુ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેમના માતાપિતા / વાલીઓની વાર્ષિક આવક તમામ સ્રોતોમાંથી રૂ. 2.50 લાખથી વધુ ન હોય. અરજદારભારતમાં સરકારી અથવા માન્ય ખાનગી યુનિવર્સિટી / સંસ્થા / કોલેજ / શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. જે કોર્સ કરી રહ્યા હોય તે ઓછામાં ઓછો એક વર્ષના સમયગાળાનો હોવો જોઈએ. લાભો શિષ્યવૃત્તિ રૂ. 20, 000 / - વાર્ષિક અથવા વાસ્તવિક ખર્ચને આધિન, બે માંથી જે ઓછું હોય (છાત્રાલય અને સ્થાનિક બંને માટે) 85સૂચિબધ્ધ સંસ્થાઓ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ ફીની ભરપાઈ કરવામાં આવે છે. જાળવણી ભથ્થું ટેકનિકલ અને વ્યાવસાયિક કોર્સ સહિત અગિયાર અને બારમા વર્ગ માટે. રૂ. 10000 / -છાત્રાલયનિવાસી માટે;સ્થાનિક વિદ્યાર્થીઓએ માટે દર મહિને; રૂ. 500 /- દર મહિને,શૈક્ષણિક વર્ષમાં 10 મહિના. અરજી કઈ રીતે કરશો ઑનલાઇન અરજી માટે, https://scholarships.gov.in/ ની મુલાકાત લો. ઉમેદવાર શિષ્યવૃત્તિ યોજનાઓ અંગેના શંકાઓના સમાધાન માટે રજાના દિવસો સિવાય, સોમવારથી શુક્રવાર સુધીસવારે 9.00 થી 5.30 વાગ્યા દરમ્યાન,સમાધન ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર: 1800-11-2001મારફત સંપર્ક કરી શકે છે. યોજનાની સંપૂર્ણ માહિતી અને વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો (એફએક્યુ) જોવા માટે, અહીં ક્લિક કરો.